Farmers Protest: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પદયાત્રા પર લાગી રોક

કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. સરકારે આંદોલન ( Farmers Protest) ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ આપે. બીજી બાજુ કોંગ્રેસ પણ ખેડૂત આંદોલનની ગરમી વધારવાની તૈયારીમાં છે. 

Farmers Protest: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પદયાત્રા પર લાગી રોક

નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. સરકારે આંદોલન ( Farmers Protest) ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે પરંતુ સરકાર કોઈ યોગ્ય પ્રસ્તાવ આપે. બીજી બાજુ કોંગ્રેસ પણ ખેડૂત આંદોલનની ગરમી વધારવાની તૈયારીમાં છે. જો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પદયાત્રા પર રોક લાગી છે. પોલીસે મહામારીના કારણે ધારા 144 લગાવી. દિલ્લામાં કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયથી રાષ્ટ્રપતિ ભવન સુધી પદયાત્રા યોજાવાની હતી. 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પદયાત્રા પર લાગી રોક
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પદયાત્રા પર રોક લાગી છે. પોલીસે મહામારીના કારણે ધારા 144 લગાવી. દિલ્લામાં કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયથી રાષ્ટ્રપતિ ભવન સુધી પદયાત્રા યોજાવાની હતી. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના સાંસદો અને દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં જોડાવાના હતા. કૃષિ કાયદાઓના વિરોધમાં 2 કરોડથી વધુ ખેડૂતોના હસ્તાક્ષર સાથેના પત્ર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને નેતાઓ પત્ર આપવા હતા. કોંગ્રેસના નેતાઓ પદયાત્રા યોજે તે પહેલા પોલીસે કલમ 144 લગાવી. ફક્ત 3 જ નેતાઓને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની મંજૂરી આપવામાં આવી. 

કોરોના મહામારીનું કારણ આગળ ધરીને કોંગ્રેસના કાર્યક્રમ પર રોક લગાવવામાં આવી છે. ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ સતત પ્રદર્શન કરી રહી છે અને આ વખતે પણ ખેડૂતોની સાથે છે તે બતાવવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. ખેડૂત આંદોલનનો અંત નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આ પહેલા પણ વિપક્ષના ડેલીગેશને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી અને કૃષિ કાયદાઓ પરત લેવા ઉપરાંત ખેડૂત આંદોલનનો અંત લાવવા અપીલ કરી હતી.

કોંગ્રેસના સાંસદોની પગપાળા કૂચ 
ખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં કોંગ્રેસના તમામ સાંસદો આજે સવારે 11 વાગે દિલ્હીમાં વિજય ચોક પર ભેગા થઈને પછી પગપાળા કૂચ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવાના હતા. દાવો છે કે કોંગ્રેસના સાંસદ રાષ્ટ્રપતિને કૃષિ કાયદા વિરુદ્ધ 2 કરોડ લોકોના હસ્તાક્ષરની કોપી પણ સોંપવાના હતા. 

ભાજપ યુપીમાં લગાવશે 400 ખેડૂતોની ચોપાલ
ભાજપ આ લડતને દિલ્હી બહાર લડવાની પૂરેપૂરી તૈયારી કરી ચૂક્યો છે. ભાજપ કૃષિ કાયદાને લઈને ખેડૂતોને જાગૃત કરે છે અને આ માટે ઉત્તર પ્રદેશમાં 400 ખેડૂતો ચોપાલ લગાવશે. દાવો છે કે તેમા 4 લાખ ખેડૂતો જોડાશે. 

29 દિવસ બાદ પણ આંદોલન ચાલુ
29 દિવસોથી ચાલતા પ્રદર્શન બાદ પણ આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે એકમત જોવા મળી રહ્યો નથી. આંદોલન કરી રહેલા ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે તેઓ સંશોધન ઈચ્છતા નથી અને કૃષિ કાયદા પાછા ખેંચ્યા વગર ચર્ચા શક્ય નથી. આ સાથે જ ખેડૂતોની માગણી છે કે સરકાર MSP પર કાયદો બનાવે. બીજી બાજુ સરકાર એ બતાવવાની કોશિશમાં છે કે નવા કાયદા ખેડૂતોના હિતમાં છે અને મોટાભાગના ખેડૂતો તે સમજે પણ છે. 

ખેડૂતોના ખાતામાં જશે 18 હજાર કરોડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરના રોજ 6 રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરશે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે પીએમ મોદી કિસાન સન્માન નિધિનો 7મો હપ્તો જારી કરશે અને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવશે. 

સરકાર કરી રહી છે આંદોલન ખતમ કરવાની કોશિશ
સરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓની વાતોથી સ્પષ્ટ છે કે સંવાદથી જે સમાધાનની કોશિશ થઈ રહી છે તે સંવાદમાં કોઈ પેચ છે. ન તો ખેડૂત નેતાઓ કાયદો પાછો ખેંચ્યા વગર માનવાના નથી જ્યારે સરકાર આ કાયદા પાછા ખેંચવા બિલકુલ તૈયાર નથી. આથી આંદોલનની આંચ ઘટવાની જગ્યાએ વધુ ઉગ્ર બનતી જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news